Wednesday, August 29, 2012

નાના ભાઈનો જન્મદિવસ પહેલાં કેમ?


ગયા અંકનો સવાલ: 


વિષય: તર્ક ( લોજીક )
ગહનતા : ૨.૫/૫ 
  
દર્શની બર્થડે પર કેક લાવવામાં આવી છે. કુલ મળીને ૮ પીસીસ કરવા પડે એમ છે. હવે ઓછામાં ઓછા કેટલા કટ ( કાપા)  મુકીને કેકને ૮ ભાગમાં કાપી શકાય ? કેવી રીતે કાપશો કેક ? ( દરેક કટ સીધી લીટીમાં જ પાડી શકાય છે, નહિ તો ગોળ ગોળ કાપામાં  આખી પઝલ અટવાય પડશે !) જો ઝબકે તો એકદમ સહેલો જવાબ છે, નહિ તો મજા લાંબી ચાલશે !

  જવાબ:

રૂબીક પઝલ ક્યુબ (સમઘન)  આમ તો 3x3x3 સાઈઝના હોય છે પણ મીની ક્યુબ તરીકે ઓળખાતાં ક્યુબ 2x2x2 સાઈઝના પણ હોય છે. આવા  2x2x2 ક્યુબની કલ્પના કરો. એમાં કુલ 8 ભાગ હોય છે.  હવે આ ક્યુબનું  નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે આ ક્યુબને ત્રણ લાઈનથી 8 ભાગમાં વહેંચેલ છે, જે આપણાં  પ્રશ્નનો ઉત્તર પણ છે. હવે આ સમઘનને આપણી કેક સમજો, જે લંબઘન પણ હોય શકે.  બસ ત્રણ કાપા મુકીને કેકને 8 એકસરખા ભાગમાં વહેંચી શકાય છે. કેક માત્ર ઉભી જ કપાય એ વિચારની બહાર નીકળવાથી જવાબ શોધવો સરળ છે.

સાચો જવાબ મોકલનાર વાંચકો છે -
1. જય બુદ્ધદેવ, મોરબી
2. વિવેક જોશી, ભીલાડ
3. રાગ હાર્દિક જોશી, આણંદ
4. ગૌરવ કાપડિયા
5. પરી પટેલ
6. હાર્દિક ગોહેલ
7. મિત વ્યાસ
8. રવિશંકર જોશી
9. ફાલ્ગુની દોશી
10. ડો. ડી. એમ. કગથરા 

End Game


વિષય: તર્ક ( લોજીક )
ગહનતા : 3.5/5
આજના કોયડાઓ આમ તો ખુબ જાણીતાં છે પણ તોય જવાબ યાદ ના હોય તો વાળ ખેંચાવે એવા છે !

1) વિહંગ અને વિમર્શ જોડિયા ભાઈઓ છે અને એમની જન્મતારીખ હમણા આવી રહી છે, એટલે થોડા ફૂલો લાવી રાખ્યા છે. મારી પાસે કેટલાં ફૂલો હશે જો બે સિવાયના બધા ગુલાબ હોય, બે સિવાયના બધા કરેણ હોય અને બે સિવાયના બધા કમળ હોય ?!

2) આજે  વિમર્શનો જન્મદિવસ છે, તેનો મોટો પણ જોડિયો ભાઈ વિહંગનો જન્મદિવસ પરમદિવસે છે, આવું કેમ? આપણો  આઝાદદિવસ અને પાકિસ્તાનનો આઝાદી દિન અલગ જ છે ને! પણ આ કોયડામાં નાના વિમર્શનો જન્મદિવસ મોટા વિહંગના જન્મદિવસ પહેલાં આવે છે એ વાત પણ ઉકેલજો જરાં.

  

જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા http://www.alpeshbhalala.com/ પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો. લખ્યા તારીખ : 14/08/12  

No comments: